નિરાધાર વિધવા મહિલાઓના પુન: વસવાટ માટે આર્થિક સહાય યોજના

Posted by
આ યોજના ભારત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓ માટે ઘડવામાં આવી છે. આ યોજનાથી મહિલાઓ ને આર્થિક સહાય મળે  છે જેનાથી તેઓ પોતાનું જીવન સરતાથી અને સન્માન પૂર્વક ગુજારી  શકે  છે. આ યોજના દ્વારા આર્થીક સહાય પેટે માસિક ૭૫૦ રૂ. અને બે બાળકો ને અંકે રૂ.૧૦૦/- તેમના બચત ખાતામાં જમા કરવામાં આવે છે.

નિયમો

૧. ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઇએ.
૨. અરજદાર મહિલાઓની ઉંમર ૧૮ વર્ષથી ૬૦ વર્ષ સુધીની હોવી જોઇએ.
૩. અરજદાર મહિલાઓને ૨૧ વર્ષથી ઉપરની ઉંમરનો પુત્ર ન હોવો જોઈએ.
૪.. આવકમર્યાદા શહેરી વિસ્તારમાં વાર્ષિક રૂ. ૩૬૦૦૦/- અને ગ્રામ્ય વિસ્તારમાં રૂ. ૨૭૦૦૦/- થી વધુ ન હોવી જોઇએ.

લાભ:

૧.તેમને માસિક દીઠ ૭૫૦ રૂ. અને બાળક દીઠ(બે બાળકની મર્યાદામાં) ૧૦૦ રૂ. પોસ્ટ ઓફીસ બચત ખાતા દ્વારા તેમના બચત ખાતામાં જમા કરવામાં આવે છે.

ફોર્મ ભરવા ની પ્રક્રિયા:

ફોર્મ માટે અહિયાં ક્લિક કરો.

૧. રાશન કાર્ડની નકલ.
૨. પતિના મરણનો દાખલો.
૩. આવક નો દાખલો ( તાલુકા વિકાસ અધિકારી શ્રી )
૪. બાળકોની ઉંમરના પુરાવાના / દાખલા
૫. રાશન કાર્ડ અને ચુંટણીકાર્ડ
૬. ફોટા (પાસપોર્ટ સાઇઝના)
૭. જમીન ધરાવતા હોય તો ૭/૧૨નો ઉતારો
૮. અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિન કમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ ઓફિસર નું પ્રમાણપત્ર મામલતદાર કચેરી અરજીપત્ર : નિયત અરજી પત્ર માં અરજી કરવી.

નોંધ : જો લાભાર્થી પુન: લગ્ન કરે તો સહાય બંધ કરવામાં આવશે.

ફોર્મ માટે અહિયાં ક્લિક કરો.Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *