નિરાધાર વૃદ્ઘો માટેની નાણાકીય સહાય યોજના

Posted by

નિરાધાર અને અપંગ કે જેઓના કુંટુંબ માં કોઇ કમાનાર ન હોય તે માટે આ યોજના નું ઘડતર કરવામાં આવ્યું છે. પોતે વૃધ્ધ અને અશક્ત  હોય કમાઇ ન શકતા હોય તેવા વૃધ્ધોને આર્થિક સહાય આપવાની સરકારની આ યોજના અમલ માં મુકવામાં આવેલ છે.

ફોર્મ ડાઉનલોડ

સહાય મેળવવા માટેની યોગ્યતા:

૧. ૬૦ વર્ષની ઉપરની સ્ત્રીઓ તેમજ પુરૂષો
૨. જેમને ૨૧ વર્ષની વયનો પુત્ર ન હોય
૩. જેમની વાર્ષિક આવક રૂા. ૨૪૦૦/- વ્યકિતગત અગર રૂા.૪૫૦૦/- થી ઓછી સમગ્ર કુટુંબની હોય
૪. ગુજરાત રાજ્યનો ૧૦ વર્ષથી રહેતા હોવા જોઇએ.
૫. નિરાધાર અપંગો માટે વય મર્યાદા ૪૫ વર્ષથી થાય છે.
૬. ૨૧ વર્ષથી વધુ ઉમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય / અસ્થિર મગજનો હોય તો /

લાભ:

અરજદારની ઉંમર ૬૦ વર્ષ કે તેથી ઉપરની હોય તો માસિક રૂ. ૨૦૦/- મનીઓર્ડર દ્વારા પોસ્ટ કરવામાં આવ છે અથવા બેંક એકાઉન્ટના વિકલ્પ આપવામાં આવે છે.

ફોર્મ ભરવા સાથે રાખવા ની નકલો:

૧. રાશન કાર્ડ ની ( બે નકલ )
૨. ઉમરનો દાખલો, જન્મનો દાખલો , ચુંટણી કાર્ડ ( બે નકલ )
૩. આવકનો દાખલો
૪. અરજદારે ગુજરાત રાજયમાં છેલ્લા ૧૦ વર્ષથી વસાવટ કરે છે.તે અંગે નું પ્રમાણપત્ર ( બે નકલ)
૫. ૨૧ વર્ષથી વધુ ઉમરનો પુત્ર હોય, પરંતુ જો શારીરિક રીતે અપંગ હોય તો અપંગતાની ટકાવારી દર્શાવતું અસ્થિ વિષયક નિષ્ણાંત તબીબનું / જો અસ્થિર મગજનો હોય તો / ટી.બી. કેન્સરથી પીડાતા હોય તો સીવીલ સર્જનનું પ્રમાણપત્ર અરજી સાથે રજુ કરવું. ( બે નકલ)
Also Rrad: इंडिया के टॉप 25 हिल स्टेशन


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *