વય વંદના (ઇન્દિરાં ગાંધી રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના)

Posted by

વય વંદના

આ યોજનાનો લાભ ગરીબી રેખા નીચે જીવતા (બીં.પીં.એલ.) નિરાધાર વૃધ્ધ જેમની ઉંમર ૬૫ વર્ષથી ઉપર છે તેવા વૃધ્ધ વ્યકિતઓ મેળવી શકે છે. પોતે વૃધ્ધ અને અશક્ત  હોય કમાઇ ન શકતા હોય તેવા વૃધ્ધોને આર્થિક સહાય આપવાની સરકારની આ યોજના અમલ માં મુકવામાં આવેલ છે.

 

સહાય મેળવવા માટેની યોગ્યતા:

૧) ગરીબી રેખા નીચે જીવતા કુંટુંબો યાદીમાં સમાવેશ હોય

૨) ૬૫ વર્ષ કે તેથી વધારે વય ધરાવતા સ્ત્રીઓ તેમજ પુરૂષો

 

લાભ:

  • વૃધ્ધ વ્યકિતને રૂા. ૪૦૦ પ્રતિ માસ (મનીઓર્ડર દ્વારા પોસ્ટમાંથી)
  • ૮૦ વર્ષ કે તેથી વધારે ઉંમર હોય તો રૂ.૭૦૦ પ્રતિ માસ

 

ફોર્મ ભરવા સાથે રાખવા ની નકલો:

 

૧. બી.પી.એલ. રાશન કાર્ડ ( બી.પી.એલ. યાદીમાં સમાવિષ્ટ હોવાનો પુરાવો )

૨. ઉમરના પુરાવા (જન્મનો દાખલો , શાળાનું પ્રમાણ પત્ર,અથવા , મેડીકલ ઓફિસરનો દાખલો)

૩. પાસપોર્ટ સાઇઝ ફોટા

૪. ચુંટણી કાર્ડ મામલતદાર કચેરી.

અરજી કરવાનું ફોર્મ :

[pdf-embedder url=”http://meriduniya.net/wp-content/uploads/2016/12/vruddh-sahay-1.pdf”]
Also Read: ચિરંજીવી યોજના


Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *